CBIએ કહ્યું- મોટા ભાગની વસ્તુઓ મુંબઈમાં બની છે, આ બિહાર પોલીસની તપાસનું અધિકારક્ષેત્ર નથી, અમે અને EDને તપાસ કરવા દો

0
21

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે. રિયાએ પટનામાં દાખલ કરાયેલી FRIને મુંબઈ ટ્રાન્સફર કરવાની વાત કરી છે. CBIએ કહ્યું કે આ કેસ સાથે જોડાયેલી મોટા ભાગની વસ્તુઓ મુંબઈ સાથે જોડાયેલી છે. એવામાં તે બિહાર પોલીસની તપાસ હેઠળ ન આવે. અમને અને EDને તપાસ કરવા દો. પટનામાં સુશાંતના પિતા કેકે સિંહે રિયા સામે FRI નોંધાવી હતી. તેમા કહ્યું હતું કે અભિનેત્રીએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો.

અધિકાર ક્ષેત્રના આધારે તપાસને રોકી ન શકાય: બિહાર પોલીસ
બિહાર પોલીસે કહ્યું કે વિનય તિવારીને ક્વોરન્ટિનને બહાર કાઢવામાં બિહાર આઈજીને મુંબઈના અધિકારીઓને અપીલ કરવી પડી હતી. બિહાર પોલીસે એ પણ કહ્યું કે અધિકારી માટે એ જરૂરી છે કે તે પહેલા એફઆરઆઈ દાખલ કરે અને પછી તપાસ કરે. ત્યાર પછી રિપોર્ટને કોર્ટને ફોરવર્ડ કરે. કલમ 156(2)માં સ્પષ્ટ કહેવાયું છે કે કોઈ પોલીસ અધિકારીને આ આધારે તપાસ કરતા રોકી શકાય નહીં.

બિહાર પોલીસ અને રિયા તરફથી શું કહેવામાં આવ્યું
બિહાર સરકારે કહ્યું-CBI તપાસમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો નહીં કરાય. કેસની ઊંડાણપૂર્વક તપાસ થશે.
રિયાએ પોતાના જવાબમાં કહ્યું કે સુશાંત કેસને CBIને આપવાનો નિર્ણય બિહાર પોલીસની ભલામણના આધારે લેવાયો છે. આવું કરવું તેના અધિકારક્ષેત્રમાં નથી આવતું.

ઉજ્જવલ નિકમે શું કહ્યું?
મુંબઈના વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ રિયાની અરજી પર પટનામાં નોંધાયેલ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાનો આદેશ આપશે તો ટેકનિકલ રીતે CBI તપાસને રદ્દ માનવમાં આવશે.

ભાઈને ન્યાય અપાવવા માટે બહેન શ્વેતાએ હાથ જોડીને કહ્યું, નિષ્પક્ષ તપાસની માગ કરવી અમારો હક, સત્ય સામે આવવું જોઈએ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ આજે ગુરુવારે રિયા ચક્રવર્તીની યાચિકા પર નિર્ણય આપી શકે છે. તેના પછી ખબર પડશે કે આ કેસની તપાસ મુંબઈ પોલીસ અથવા CBI બંનેમાંથી કોને મળશે. કોર્ટના નિર્ણય પહેલાં સુશાંતની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને CBI તપાસની માગ માટે એકજૂથ રહેવાની અપીલ કરી છે.

વીડિયો શેર કરીને શ્વેતાએ લખ્યું, CBI તપાસ માટે એક રાષ્ટ્ર તરીકે આપણે એકજૂથ રહેવાનું છે. નિષ્પક્ષ તપાસની માગ કરવી આપણો અધિકાર છે અને આપણે આનાથી વધુ કઈ નથી ઇચ્છતા બસ સત્ય સામે આવવું જોઈએ. #CBIForSSR #Warriors4SSR #justiceforSushanthSinghRajput

કહ્યું- આપણને હકીકત જાણવાનો પૂરો હક છે
વીડિયોમાં તેણે કહ્યું, નમસ્કાર હું સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ છું અને હું તમને બધાને એકસાથે રહીને સુશાંત માટે CBI તપાસની માગ કરવા અપીલ કરી રહી છું. આપણને હકીકત જાણવાનો પૂરો હક છે. અમે ઇચ્છીએ છીએ કે સુશાંતને ન્યાય મળે. નહીં તો અમે ક્યારેય કોઈ નિષ્કર્ષ સુધી નહીં પહોંચી શકીએ અને ક્યારેય શાંતિપૂર્ણ જીવન જીવી નહીં શકીએ.

આગળ તેણે કહ્યું દિલથી તમને બધાને વિનંતી કરું છું કે આપણે એકજૂથ થઈને CBI તપાસની માગ કરીએ. કારણકે આપણને સત્ય જાણવાનો હક છે. આભાર. #CBIForSSR પ્લીઝ. આ વીડિયોમાં તેણે PMO, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા છે.

નિષ્કર્ષ સુધી પહોંચવામાં અમારી મદદ કરો
આ પહેલાં બુધવારે મોડી રાત્રે એક ટ્વીટમાં શ્વેતાએ લખ્યું હતું, આ જ સમય છે જ્યારે આપણને સત્યની જાણ થઇ શકે છે અને ન્યાય મળી શકે છે. મહેરબાની કરીને અમારા પરિવારને અને આખી દુનિયાને સત્ય જાણવા અને નિષ્કર્ષ સુધી પહોંચવામાં મદદ કરો. નહીં તો અમે શાંતિથી જીવી નહીં શકીએ.

કોર્ટ આજે નિર્ણય આપી શકે છે
સુશાંતના મૃત્યુ પછી તેના પિતા કેકે સિંહે 25 જુલાઈએ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા અને તેના પરિવારના છ લોકો વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ સહિત અન્ય આરોપો લગાવીને કેસ ફાઈલ કર્યો છે. આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગને લઈને રિયાએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા ફાઈલ કરી છે. જેના પર કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. નિર્ણય પછી સ્પષ્ટ થઇ જશે કે આ કેસ મુંબઈ પોલીસ હેન્ડલ કરશે કે CBI.

આ પહેલાં 11 ઓગસ્ટે થયેલ સુનાવણી દરમ્યાન કોર્ટે તમામ પક્ષની દલીલ સાંભળ્યા બાદ તેનો નિર્ણય આજ માટે સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટમાં રિયાની મીડિયા ટ્રાયલ રોકવાની યાચિકા પર પણ આજે જ સુનાવણી થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sushant Singh Rajput’s Sister Shares A Video And Requests CBI For SSR : She Writes We Stand Together As A Nation For CBI Enquiry


સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ કહ્યું, અમને હકીકત જાણવાનો પૂરો હક છે, નહીંતર અમે જીવનભર શાંતિથી જીવી નહીં શકીએ.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here