30% ખેલાડીએ કહ્યું કે- તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ, 53%એ સ્વીકાર્યું, તેમને ક્લબ-ગવર્નિંગ બોડીનું ફંડ નથી મળતું

0
12

બ્રિટનની એલીટ મહિલા ખેલાડીઓએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર તેમને અનેક વખથ અભદ્ર ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. 30% મહિલા ખેલાડીએ સ્વીકાર્યું કે, તે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બની છે. તેમને સેક્સિસ્ટ કોમેન્ટ સહન કરવી પડી છે. તેમના રમવાના અધિકાર પર સવાલ ઉઠાવાય છે. તેમને રમતમાં પણ રેસિઝમથી વધુ સેક્સિઝમનો ભોગ બનવું પડ્યું છે. આ નિષ્કર્ષ બીબીસીના મહિલા ખેલાડીઓ પર થયેલા સરવેમાં બહાર આવ્યો છે.

એડમિનિસ્ટ્રેશનના સપોર્ટ કરવાના સવાલ પર અડધાથી વધુ મહિલા ખેલાડીએ કહ્યું કે, તેમને ક્લબ અને ગવર્નિંગ બોડી તરફથી સમર્થન મળવાની આશા ઓછી છે.
53.3%એ કહ્યું કે, તેમને ક્લબ કે ગવર્નિંગ બોડી પાસેથી ફંડ મળતું નથી, જ્યારે 21.9%એ કહ્યું કે, તેમને 100% ફંડ મળે છે.

 • 48.5%એ સ્વીકાર્યું કે, તેમને ગવર્નિંગ બોડી તરફથી પુરુષ ખેલાડીઓ જેવો સપોર્ટ મળતો નથી. 45.3%એ કહ્યું કે, તેમની સાથે સમાન વ્યવહાર થાય છે.
 • 84%ને લાગે છે કે, તેમને તેમની પ્રતિભા મુજબ પુરતી ચુકવણી કરાતી નથી અને તેના હિસાબે પ્રાઈઝ મની અપાતી નથી.
 • 36% મહિલાએ કહ્યું, માતા બન્યા પછી કમબેક કરવા ક્લબ કે એસો.થી સપોર્ટ મળ્યો નહીં.

ખેલાડીઓએ મીડિયા કવરેજ પર સવાલ ઉઠાવ્યા
ખેલાડીઓએ મીડિયા કવરેજ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, અહીં પણ ભેદભાવનો સામનો કરવો પડે છે.

 • 85%ને લાગે છે કે, મીડિયા મહિલા સ્પોર્ટ્સ પ્રમોટ કરતું નથી.
 • 93%એ કહ્યું, 5 વર્ષમાં મહિલા મીડિયા કવરેજમાં સુધારો નથી.
 • 86%એ સ્વીકાર્યું કે, મીડિયા પુરુષ-મહિલા સ્પોર્ટ્સને અલગ રિપોર્ટ કરે છે.

35% ખેલાડી પરિવાર મોડો શરૂ કરે છે

 • લગભગ 35%એ સ્વીકાર્યું કે, સ્પોર્ટ્સ કારકિર્દીને આગળ વધારવા માટે તે પરિવાર મોડેથી શરૂ કરે છે.
 • 60%ને લાગે છે, પીરિયડ્સના કારણે તેમનું પ્રદર્શન પ્રભાવિત થાય છે અને પીરિયડ્સના કારણે તેમણે ટ્રેનિંગ-ટુર્નામેન્ટ છોડી છે.
 • 40% મહિલા ખેલાડી કોચ સાથે પીરિયડ્સ અંગે ચર્ચા કરવામાં કમ્ફર્ટેબલ અનુભવતી નથી.
 • 65%એ રમતમાં સેક્સિઝમનો અનુભવ કર્યો છે, 10%એ ફરિયાદ કરી.
 • 20%ને રમતમાં રેસિઝમનો સામનો કરવો પડ્યો, 77%ને ક્યારેય નહીં.
 • 78% પોતાની બોડી ઈમેજ અંગે કોન્શિયસ છે.
 • 21%ને લાગે છે કે, કોરોના પછી આર્થિક તંગીના કારણે તેમને રમત છોડવી પડી શકે છે.

ઈલેક્ટ્રોનિક સરવેમાં આ રમતોની ખેલાડી સામેલ
આર્ચરી, એથલેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, બોબસ્લે અને સ્કેલેટન, કેનોઈંગ, ક્લાઈમ્બિંગ, ક્રિકેટ, કર્લિંગ, ડાટર્સ, સાઈકલિંગ, ઘોડેસવારી, ફેસિંગ, ફૂટબોલ, ગોલબોલ, ગોલ્ફ, જિમ્નાસ્ટિક, હોકી, હોર્સ રેસિંગ, જુડો, મોટર સ્પોર્ટ્સ, નેટબોલ, રગ્બી, સેલિંગ, શૂટિંગ, સ્કેટબોર્ડિંગ, શોર્ટ-ટ્રેક અને ફિગર સ્કેટિંગ, સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગ, સ્ક્વોશ, સર્ફિંગ, સ્વિમિંગ, ડાઈવિંગ, ટેબલ ટેનિસ, તાઈક્વાન્ડો, ટેનિસ, ટ્રાયલથોન, વેઈટલિફ્ટિંગ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મહિલા હોકી ટીમની ફાઇલ તસવીર.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here