અક્ષય કુમાર હાલમાં સ્કોટલેન્ડમાં છે. આ દરમિયાન તે 'બેલબોટમ'માં પોતાની કો-સ્ટાર હુમા કુરૈશીની સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યો હતો. આ લાઈવ ચેટમાં અક્ષયની સાથે બેર ગ્રિલ્સ પણ હતો. આ સેશન દરમિયાન હુમાએ જ્યારે અક્ષયને પૂછ્યું કે હાથીની લાદમાંથી બનેલી ચા પીવા માટે તે કેવી રીતે તૈયાર થયો? ત્યારે અક્ષયે ખુલાસો કર્યો હતો કે તે રોજ ગૌમૂત્ર પીવે છે અને તેથી જ તેના માટે આ એકદમ સરળ હતું.
પ્રિવ્યૂમાં કહ્યું, કેવી રીતે બનાવી હતી પૂપ ટી?
અક્ષયે કહ્યું હતું કે તે આ વાત અંગે સહેજ પણ ચિંતામાં નહોતો. જોકે, તે આ માટે ઘણો જ ઉત્સાહી હતો. અક્ષયે કહ્યું હતું કે તે આયુર્વેદિક કારણોથી રોજ ગૌમૂત્ર પીવે છે અને તેથી જ તેના માટે આ બિલકુલ મુશ્કેલ નહોતું. અક્ષય તથા બેર ગ્રિલ્સે 'ઈન ટૂ ધ વાઈલ્ડ'ના શૂટિંગ દરમિયાન હાથીની લાદમાંથી બનેલી ચા પીધી હતી. જોકે, શોના પ્રિવ્યૂમાં બેરે કહ્યું હતું કે હાથીની લાદવાળી ચા 100 ટકા ઉકાળવામાં આવે તો તે પીવાલાયક બની જાય છે.
View this post on Instagram@beargrylls @iamhumaq @discoveryplusindia @discoverychannelin
A post shared by Akshay Kumar (@akshaykumar) on Sep 10, 2020 at 2:06am PDT
રણવીરે મૂછો પર કમેન્ટ કરી હતી
'ઈન ટૂ ધ વાઈલ્ડ'નો આ એપિસોડ બેર તથા અક્ષયે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં શૂટ કર્યો હતો. 11 સપ્ટેમ્બરના રોજ આઠ વાગે આ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે. 27 મિનિટના ઈન્સ્ટા લાઈવમાં અક્ષય તથા બેર ગ્રિલ્સે શૂટિંગ સાથે જોડાયેલા અનુભવો શૅર કર્યા હતા. આ દરમિયાન રણવીરે તેની મૂછ પર કમેન્ટ કરી હતી. આ કમેન્ટ પર અક્ષયે કહ્યું હતું કે પરિવારને તેનો આ લુક ગમ્યો નથી.
View this post on InstagramA post shared by Akshay Kumar (@akshaykumar) on Sep 9, 2020 at 11:55pm PDT
અક્ષય કુમારનો વર્કઆઉટ પ્લાન
અક્ષય કુમાર ફિટનેસ માટે ઘણો જ જાણીતો છે. અક્ષય કુમાર પોતાની ફીટનેસ અંગે ઘણો જ સજાગ છે. 'સિંઘ ઈઝ કિંગ'ના શૂટિંગ દરમિયાન સિંગાપોરમાં અક્ષય કુમારે 74 માળની બિલ્ડિંગમાં લિફ્ટનો પણ ઉપયોગ કરતો નહોતો. તે સરળતાથી સીડી ચઢ-ઊતર કરતો હતો.
- અક્ષય કુમાર રોજ સવારે સાડા વાગ ઊઠી જાય છે. ત્યારબાદ તે એક કલાક સ્વિમિંગ કરે છે.
- એક કલાક માર્શલ આર્ટ્સ કરે છે.
- યોગ તથા સ્ટ્રેચિંગની એક્સરસાઈઝ કરે છે
- એક કલાક સુધી મેડિટેશન કરે છે

ડાયટ પ્લાન
અક્ષય કુમારે ક્યારેય ચા કે કૉફી પીધી નથી. આટલું જ નહીં અક્ષય કુમાર છ વાગ્યા પહેલા ડિનર કરી લે છે. અક્ષય કુમાર ઘરનું જ બનાવેલું ભોજન જમે છે. તે પોતાના ડાયટ પ્લાન તથા વર્કઆઉટ પ્લાનનો કડક રીતે અમલ કરે છે. તે નિકોટીન અને કૅફીન યુક્ત પદાર્થો ક્યારેય લેતો નથી.
- બ્રેકફાસ્ટઃ એક ગ્લાસ દૂધ તથા પરોઠાં
- સવારે 10 વાગેઃ એક બાઉલ ફ્રૂટ્સ
- લંચઃ રોટલી, દાળ, લીલા શાકભાજી, ચિકન તથા એક વાટકી દહીં
- સાંજે 4 વાગેઃ ખાંડ વગરનો કોઈ પણ ફ્રેશ જ્યૂસ
- ડિનરઃ એકદમ હળવું ભોજન, સૂપ, સલાડ અથવા બાફેલા શાકભાજી