હાઈકોર્ટે રાઉતના 'હરામખોર'વાળા નિવેદન પર કહ્યું- અમારી પાસે પણ ડિક્શનરી છે, જો આનો અર્થ નૉટી છે તો પછી નૉટીનો અર્થ શું થાય?

0
8

કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. BMCએ કોર્ટમાં જવાબ આપવાનો હતો. કંગના કેસમાં જસ્ટિસ કથાવાલા તથા જસ્ટિસ રિયાઝ ચાગલાએ સુનાવણી કરી હતી. કંગનાની ઓફિસમાં BMCની કાર્યવાહી વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટમાં શિવસેનાના નેતા સંજય રાઉતના 'હરામખોર'વાળા નિવેદન પર પણ ચર્ચા થઈ હતી. કંગનાના વકીલ બિરેન્દ્ર સરાફે કહ્યું હતું કે સંજય રાઉતે ઈન્ટરવ્યૂમાં હરામખોરનો અર્થ નૉટી કહ્યો હતો. આ અંગે જસ્ટિસ કથાવાલાએ કહ્યું હતું, 'અમારી પાસે પણ ડિક્શનરી છે, જો આનો અર્થ નૉટી થાય છો તો પછી નૉટીનો અર્થ શું છે?'

કોર્ટમાં શું થયું?
જસ્ટિસ કથાવાલા તથા ચાગલાએ BMCના વકીલ ચિનોય પાસેથી કંગનાની ઓફિસમાં થયેલી તોડફોડના ફોટા અંગે સવાલ કર્યો હતો. કોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે કારીગરે પોતાના ફોનમાં ફોટા લીધા હતા. જ્યારે ચિનોયે કોર્ટમાં કહ્યું કે એક સબ એન્જિનિયરે કંગનાની તૂટેલી ઓફિસના ફોટા પોતાના ફોનમાં લીધા હતા. જસ્ટિસ કથાવાલાએ સવાલ કર્યો હતો કે શું આ બધું સબ એન્જિનિયરનું કામ હતું, જેના જવાબમાં ચિનોયે કહ્યું હતું કે તેમને લાગે છે કે તેનું કામ હતું.

કોર્ટે સવાલ કર્યો હતો કે કારીગરે કેમ કહ્યું કે તેણે પોતાના ફોનમાં ફોટા લીધા હતા, જ્યારે એવું હતું જ નહીં. આના જવાબમાં ચિનોયે કહ્યું હતું કે તેમણે સુનાવણી દરમિયાન કારીગરને આ વાત પૂછી હતી અને તેણે જ કહ્યું હતું કે ફોટા તેની પાસે છે. જોકે, સુનાવણી પૂરી થયા બાદ ખ્યાલ આવ્યો કે ફોટા કારીગરે નહીં પરંતુ સબ એન્જિનિયરે લીધા હતા. ચિનોયે એમ પણ કહ્યું હતું કે આથી જ તેમણે સોમવાર (28 સપ્ટેમ્બર)ના રોજ કોર્ટમાં આ વાત કહેવાનું યોગ્ય સમજ્યું હતું. કોર્ટે ચિનોયની આ વાતના વખાણ કર્યા હતા.

અન્ય કેસમાં કેમ આવી ઝડપ નહીં?
તો કંગનાના વકીલ બિરેન્દ્ર સરાફે ઓફિસમાં થયેલી તોડફોડની તસવીરો બતાવી હતી. જૂની તસવીરો તથા તોડફોડ બાદની તસવીરોની તુલના કરી હતી. આ અંગે જસ્ટિસ કથાવાલાએ કહ્યું હતું, 'અમારી સાથે ઘણાં કેસમાં આવું થાય છે જ્યારે અમે કોર્પોરેશનને કોઈ જગ્યા તોડવા માટે કહ્યું અને તેમણે ના તોડી હોય. આથી અમે જોયું છે કે આ કેસમાં અમારા પહેલા ઓર્ડર પર જ જે ઝડપથી BMCએ કામ કર્યું તે શહેરના અન્ય કેસ પર પણ આટલી જ ઝડપથી કામ કરે તો આ શહેર રહેવા માટે વધુ સારું બની જશે.' કોર્ટે એમ પણ કહ્યું હતું કે અનેકવાર BMCએ તોડફોડ ના કરીને દંડ પણ ભર્યો છે.

કંગનાના વકીલે પોતાના પક્ષ રજૂ કર્યો
કંગના તરફથી તેના વકીલ બિરેન્દ્ર સરાફે કહ્યું હતું કે કંગના ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલની એક્સપર્ટ નથી. તે કોઈ પણ પ્રકારની પરમિશન લેવા અંગેની વાત જાણવા માટે કોઈ પણ એક્સપર્ટનો અભિપ્રાય લેત. પક્ષકાર પાસે નિયમિત કરાવવા માટેનો પણ વિકલ્પ હોય છે. કંગનાને આ વિકલ્પ આપવામાં આવ્યો નહોતો. વકીલે એમ પણ કહ્યું હતું કે કંગના રનૌત તરફથી સરકારની ટીકા કરવામાં આવી હતી, મુંબઈ પોલીસ પર સવાલ કરવામાં આવ્યા હતા. આના પર જજે તમામ ટ્વીટ બતાવવાનું કહ્યું હતું. વકીલે દાવો કર્યો હતો કે કંગનાની ટ્વીટ પર સંજય રાઉતે તેને પાઠ ભણાવવાની વાત કહી હતી.

કોર્ટમાં સંજય રાઉતના વકીલ પ્રદીપ થોરાટે દાવો કર્યો હતો કે નિવેદનમાં ક્યાંય કંગનાનું નામ લેવામાં આવ્યું નહોતું. આ અંગે જજે સવાલ કર્યો હતો કે શું તમે તેને 'હ…' શબ્દથી બોલાવી નહોતી.

વધુમાં કંગનાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે જ્યારે કંગનાની ઓફિસ તોડી પાડવામાં આવી તો સંજય રાઉતના ન્યૂઝ પેપરે તેની ઉજવણી કરી હતી અને આ આખા દેશે જોયું છે. આ વાતને નકારી ના શકાય કે તેમના ક્લાયન્ટ સામે બદલો લેવામાં આવ્યો છે. કોર્ટે બંને પક્ષકારોને કહ્યું હતું કે જો તમે એકબીજા પર આક્ષેપો મૂકો છો તો તમામ પુરાવા લાવો કે અત્યાર સુધી શું કરવામાં આવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Bombay High Court to hear Kangana Ranaut’s plea: BMC demolition rowSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here