ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 323 અંક ઘટીને 38979 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 88 અંક ઘટીને 11516 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HCL ટેક, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 2.36 ટકા વધીને 808.00 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 0.96 ટકા વધીને 1010.65 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.23 ટકા ઘટીને 6006.60 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 2.07 ટકા ઘટીને 168.35 પર બંધ રહ્યો હતો.