'બિગ બોસ' હાઉસ આલિશાન તથા કલરફૂલ છે, બેડરૂમ, લિવિંગ એરિયા, ડાઈનિંગ એરિયાની પહેલી ઝલક

0
3

ગેમ રિયાલિટી શો 'બિગ બોસ 14'નું ગ્રાન્ડ પ્રીમિયર 3 ઓક્ટોબરના રોજ થશે. તમામ સ્પર્ધકોને ક્વૉરન્ટીન કરવામાં આવશે. આ સમય દરમિયાન 'બિગ બોસ' અંગેની માહિતી આપતા સોશિયલ મીડિયા પેજ ખબરી તરફથી ઘરની કેટલીક તસવીરો શૅર કરવામાં આવી છે. આ વખતે મુંબઈ ફિલ્મસિટીમાં 'બિગ બોસ'નો સેટ બનાવવામાં આવ્યો છે.

લિવિંગ એરિયામાં સિલ્વર સોફા

આ વખતે પણ 'બિગ બોસ'ના ઘરને આર્ટ ડિરેક્ટર ઓમંગ કુમારે ડિઝાઈન કર્યું છે. ઘરને આલિશાન બનાવવા માટે એન્ટિક ડિઝાઈન પસંદ કરવામાં આવી છે. શનિ-રવિવારના એપિસોડમાં ઘરના તમામ સભ્યો સાથે બેસે છે, તે લિવિંગ એરિયામાં આ વખતે સિલ્વર રંગના સોફા મૂકવામાં આવ્યા છે. સોફા પર મલ્ટીકલર કુશન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સફેદ તથા ગ્રે રંગના સેન્ટર ટેબલ છે અને તેના પર છોડ પણ છે.

કલરફુલ બેડરૂમ
'બિગ બોસ'ના ઘરના બેડરૂમને આ વખતે એકદમ રંગીન બનાવવામાં આવ્યા છે. પલંગને ગુલાબી તથા ઓરેન્જ રંગના કોમ્બિનેશન સાથે રાખવામાં આવ્યા છે. વચ્ચે બેસવા માટે મલ્ટીકલર સોફા રાખવામાં આવ્યા છે. બેડરૂમનો ગેટ દર વખતની જેમ પારદર્શક છે. ઘરના કેપ્ટન માટે અલગ બેડ છે.

'બિગ બોસ'નો બેડરૂમ

'બિગ બોસ'ના ઘરની આલિશાન એન્ટ્રી
ગઈ સિઝનમાં ઘરમાં એન્ટ્રી થતાં દરવાજા પર મોટા અક્ષરોએ 'BB' લખવામાં આવ્યું હતું. આ વખતે દરવાજાને લાઈટિંગ ઈફેક્ટવાળો બનાવવામાં આવ્યો છે. બ્લેક, ગોલ્ડન, પર્પલ કલર કોમ્બિનેશનમાં એન્ટ્રેસને 'બિગ બોસ'ના લોગો (આંખ)ની જેમ ડિઝાઈન કરવામાં આવ્યો છે.

'બિગ બોસ'નો એન્ટ્રી ગેટ

દર અઠવાડિયે તમામ સ્પર્ધકનો કોરોના ટેસ્ટ થશે
શોમાં ભાગ લેનાર તમામ સેલેબ્સ તથા કોમનર્સને 20 સપ્ટેમ્બરથી ક્વૉરન્ટીન કરવામાં આવશે. ઘરમાં જતા પહેલા તમામનો કોવિડ 19નો ટેસ્ટ થશે. આ ઉપરાંત દર અઠવાડિયે મેડિકલ ટીમ ઘરમાં હાજર તમામ સભ્યોનો ટેસ્ટ કરશે.

ઘરમાં દરેક વ્યક્તિનો જરૂરી સામાન તથા વાસણો અલગ હશે
ગાઈડ લાઈનનું પાલન કરીને તમામ સ્પર્ધકોએ માત્ર પોતાનો જ સામાન વાપરવાનો રહેશે. દરેક સ્પર્ધકને અલગ વાસણો તથા પલંગ આપવામાં આવશે. આ વખતે એકબીજાનો સ્પર્શ કરવાની સખ્ત મનાઈ છે.

આ વખતે શો લૉકડાઉન થીમ પર આધારિત છે. સેટ પર રેડ તથા ગ્રીન ઝોન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ઘરમાં મિની થિયેટર, મૉલ, રેસ્ટોરાં તથા સ્પા પણ છે. આ તમામ સુવિધાઓ લક્ઝરી બજેટ જીતનાર ટીમને મળશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


‘Bigg Boss’ house is luxurious and colorful, first glimpse of bedroom, living area,dining areaSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here