બિગ બી બન્યા એલેક્સાનો અવાજ, એમેઝોન એલેક્સા સાથે જોડાનારા પહેલા ઇન્ડિયન સેલેબ બન્યા, હિન્દીમાં જ કમ્યુનિકેશન થશે

0
16

અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં એલેક્સા પર હશે. એમેઝોને બિગ બી સાથેની એક પાર્ટનરશિપની જાહેરાત કરી છે. જે મુજબ 2021થી આ પેઇડ સર્વિસ શરૂ થશે પરંતુ જો યુઝર્સ તેનો પ્રિવ્યૂ જોવા ઈચ્છે છે તો એલેક્સા ઈનબિલ્ડ ડિવાઇસમાં ટેસ્ટ કરી શકે છે. તેમણે એટલું કહેવાનું રહેશે કે, એલેક્સા, અમિતાભ બચ્ચનકો હેલો કહો. અમિતાભ બચ્ચન એલેક્સાનો અવાજ બનનારા પહેલા ઇન્ડિયન સેલેબ છે.

બિગ બી વોઇસ ટેક્નોલોજી સાથે જોડાઈને એક્સાઈટેડ છે
આ જાહેરાત પછી અમિતાભે મેલ કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું, ટેક્નોલોજીએ મને હંમેશાં નવા રૂપમાં ઢળવાનો મોકો આપ્યો છે. ફિલ્મો, ટીવી શો, પોડકાસ્ટ અને હવે હું એમેઝોનની એલેક્સાનો અવાજ બનવા માટે ઉત્સુક છું. વોઇસ ટેક્નોલોજી મારફતે આપણે આપણી ઓડિયન્સ અને ફેન્સ સાથે વધુ પ્રભાવી રીતે જોડાવા માટે કંઈક નવું કરી રહ્યા છીએ.

બચ્ચન એલેક્સા જોક્સ, વેધર, સલાહ, શાયરી, મોટિવેશનલ ક્વોટ્સ વગેરે જણાવશે. 2021માં આ પેડ સર્વિસ લોન્ચ થશે.

હિન્દીમાં કમ્યુનિકેશન થશે
અમિતાભ એલેક્સાનો અવાજ બનનારા પહેલા ઇન્ડિયન સેલેબ છે જ્યારે સેમ્યુઅલ એલ જેક્સન એલેક્સાનો અવાજ બનનારા પહેલા સેલેબ હતા. તેમને પહેલીવાર સપ્ટેમ્બર 2019માં એલેક્સા સેલેબ્રિટી તરીકે પરિચય કરાવવામાં આવ્યો હતો. જેક્સન એલેક્સા માત્ર અંગ્રેજી યુએસમાં જ અવેલેબલ છે. એમેઝોનના અનાઉન્સમેન્ટ પછી તે ભારતમાં પણ અવેલેબલ હશે. તેના ઇનિશિયલ ડેમો પરથી ખબર પડે છે કે આ હિન્દીમાં જ હશે. હજુ એ સ્પષ્ટ નથી કે બચ્ચનનો અવાજ અંગ્રેજીમાં પણ હશે કે નહીં.

એલેક્સા એમેઝોન ઇકો ડિવાઇસ, ફાયર ટીવી સ્ટિક અને કોઈ થર્ડ પાર્ટી ફોન, બ્લુટૂથ સ્પીકર, હેડફોન, વોચ અને ટીવી પર અવેલેબલ છે. આ એન્ડ્રોઇડ પર એલેક્સા એપ અથવા એમેઝોન એપના માધ્યમથી પણ અવેલેબલ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Amitabh Bachchan Became The Voice Of Alexa; Also Became First Indian Celebrity To Join Amazon AlexaSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here